r/Gujarati • • Aug 08 '26

Language / ભાષા જો તમે ગુજરાતી વાંચી શકો છો, તો Reddit Settings માં જઈને Auto Translate બંધ કરી દેજો.

7 Upvotes

આપણે r/Gujarati પર ઘણી વખત ગુજરાતી લિપિમાં લખેલી પોસ્ટ્સ અને કમેન્ટ્સ કરીએ છીએ. Auto Translate ચાલુ હોય તો Reddit તેને આપમેળે બીજી ભાષામાં ફેરવી નાખે છે અને મૂળ ગુજરાતી લખાણ જેવો આનંદ અને ભાવ જળવાતો નથી.

ગુજરાતી માત્ર બોલવાની ભાષા નથી, તે લખવાની, વાંચવાની અને ચર્ચા કરવાની પણ ભાષા છે.

આપણે રોજિંદી ઓનલાઈન વાતચીતમાં પણ ગુજરાતી માટે થોડી જગ્યા બનાવીએ. જ્યાં ગુજરાતી લખી શકાય ત્યાં ગુજરાતી લખીએ, વાંચી શકાય ત્યાં ગુજરાતીમાં વાંચીએ. ઘરમાં, મિત્રો સાથે, WhatsAppમાં, Reddit પર કે કોઈ પણ ઓનલાઈન ચર્ચામાં, રોજિંદી વાતચીતમાં ગુજરાતી માટે થોડું વધારે સ્થાન આપવાનો સમય આવી ગયો છે.

અને r/Gujarati નો એક નાનો આગ્રહ પહેલેથી જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત સાથે જોડાયેલી સારી વસ્તુઓને શક્ય તેટલું આગળ લાવવી અને પ્રોત્સાહન આપવું.

Auto Translate OFF → ગુજરાતી ON

આપણી ભાષા જીવંત રાખવાનો સૌથી સરળ રસ્તો છે, તેનો ઉપયોગ કરતા રહેવું.


r/Gujarati • • 55m ago

Contemporary Life / આજકાલના ગુજરાતી [OC] ક્યાંક, કાઠિયાવાડ માં

Post image
• Upvotes

r/Gujarati • • 20h ago

Literature / સાહિત્ય છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા - સૈફ પાલનપુરી

Post image
14 Upvotes

r/Gujarati • • 1d ago

Heritage & Places / વારસો અને સ્થળો પોરબંદરનું નામ આવે એટલે મહાત્મા ગાંધીજી અને કીર્તિ મંદિર યાદ આવે છે.

7 Upvotes

પણ પોરબંદરનો ઇતિહાસ, જૂની ઇમારતો, લોકજીવન કે સ્થાનિક પરંપરાઓ વિશે એવી કઈ વાતો છે જે ગુજરાતના બીજા લોકોને બહુ ખબર નથી?

પોરબંદરના સ્થાનિક મિત્રો અથવા આ શહેર વિશે જાણતા લોકો, તમારી જાણકારી અને રસપ્રદ વાતો શેર કરજો. 😊


r/Gujarati • • 1d ago

Music / સંગીત સુરભી બાદમાલિયાના સ્વરે એક લાલ દરવાજે

7 Upvotes

r/Gujarati • • 1d ago

Art & Craft / કલા અને હસ્તકલા This cool font!

Post image
52 Upvotes

મારા બાએ ૧૯૬૯ માં ૧૫ દિવસની શાક ભાજી ની સાચવણી અને કેળવણીની તાલીમ પ્રાપ્ત કરેલી.

આ તેના પ્રમાણપત્ર માંથી મેં ફોટો પડ્યો કારણ કે મને આ ફોન્ટ અને બોર્ડર બઉ ગમી.

I just wanted to show this because I'm in love with how the latter part of the ‘અ’ looks like an ‘H’ ~ it looks like the second letter of AHMEDABAD.

Super cool innit?


r/Gujarati • • 2d ago

Culture / સંસ્કૃતિ ગુજરાતની જૂની પોળોમાં તમને સૌથી સુંદર શું લાગે છે?

Thumbnail gallery
103 Upvotes

જૂની પોળોનાં લાકડાનાં દરવાજા, બારીઓ અને એની કોતરણી જોવાની અલગ જ મજા છે.

તમારા શહેરમાં આવી કોઈ જૂની જગ્યા છે? નામ જણાવજો અને ત્યાં શું ખાસ છે એ પણ કહેજો.


r/Gujarati • • 1d ago

Art & Craft / કલા અને હસ્તકલા Shrinathji by MudkaariByDeepa

14 Upvotes

A large custom artwork of traditional kutch Mudwork make by my wife.

A whole lot of time and devotion goes into making each custom piece.

https://www.instagram.com/mudkaaribydeepa


r/Gujarati • • 1d ago

Discussion / વિચાર-વિમર્શ ગુજરાતમાં તમારો મનપસંદ ચા-નાસ્તાનો અડ્ડો કયો છે?

1 Upvotes

કેમ છો, પબ્લિક! 😄

મિત્રો સાથે લારી પર ચા પીવી, કંઈક ગરમાગરમ ખાવું અને ગપ્પાં મારવાં — આ નાની નાની મોજની વાત જ અલગ છે.

કોઈની મનપસંદ જગ્યા કોલેજ પાસેની ચાની લારી હશે, તો કોઈને જૂની ફરસાણની દુકાનના ગોટા કે કચોરી બહુ ભાવતી હશે.

તમારા શહેર કે ગામમાં એવી કઈ જગ્યા છે જ્યાં ચા-નાસ્તા માટે વારંવાર જવાનું મન થાય? જગ્યા ક્યાં આવેલી છે અને ત્યાં શું ખાવું જોઈએ એ પણ કહેજો.

કદાચ કોઈને તમારા શહેરની એક સરસ જગ્યા વિશે પહેલી વાર જાણવા મળે! 😄


r/Gujarati • • 2d ago

Music / સંગીત આદિત્ય ગઢવી અને સુરભી બાદમાલિયાની જમાવટ

13 Upvotes

r/Gujarati • • 2d ago

Discussion / વિચાર-વિમર્શ We all belong to Gujarat, but how connected are we really? ❤️

9 Upvotes

Hey everyone!

Gujarat has so many cities, towns, and villages. Each with its own people, stories, memories, and little things that make it special.

Some of us have lived here our entire lives. Some have moved away but still call Gujarat home.

Yet there are so many people across our own state we've never had the chance to know.

That got us thinking.

What if we could bring some of those people together?

So we recently started r/GujaratCommunity.

Not another news page or promotional group. Just a little space where people from across Gujarat can talk, share experiences, discover common interests, make new friends, and hopefully create some wonderful memories together.

We're starting from zero, and we genuinely don't know how far this will go.

But we believe something good can begin with just a few people who want to be part of it.

Would you like to join us and help build this little community together?

Whether you're from Ahmedabad, Surat, Rajkot, Vadodara, Bhavnagar, a small village, or living miles away from Gujarat, you're welcome here.

If Gujarat feels like home to you, this space is yours too. ❤️

r/GujaratCommunity

One Gujarat. Countless Connections.


r/Gujarati • • 2d ago

Discussion / વિચાર-વિમર્શ Rann Utsav, tent city or stay in Bhuj? Worth the price?

5 Upvotes

I keep seeing mixed opinions about Rann Utsav, so I'd love to hear from people who have actually been.

The tent city packages look pricey, and a lot of people say staying in Bhuj and doing a day trip is cheaper. But then you miss the sunset and sunrise on the white desert, which seems to be the whole point.

For those who went:

- Did you stay in the tent city or in Bhuj?

- Was the tent city worth the extra cost?

- Which month or week worked best (crowds, weather, moon)?

- Anything you wish you'd known before going?

Would also love to hear if you'd skip it altogether. Honest opinions welcome!


r/Gujarati • • 3d ago

Festivals / ઉત્સવો ગામના ગરબા

Post image
63 Upvotes

માણો ગામના ગરબા


r/Gujarati • • 4d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી [OC] ક્યાંક, ગુજરાત માં

Post image
9 Upvotes

r/Gujarati • • 4d ago

Question / પ્રશ્ન Rajula District

5 Upvotes

Long shot but anyone here from Rajula district? My family wants to visit Sankheshwari Mata Mandir. Any idea if there's good network? I know it is close to Gir so worried about coverage. I will need to work and attend calls so will need network during our stay. TIA


r/Gujarati • • 4d ago

Music / સંગીત Drums of Gujarat - S Jaykumar

Thumbnail youtu.be
3 Upvotes

r/Gujarati • • 5d ago

Meme / Humor / હસવું જરૂરી છે Why Hire Regional Advertisement Staff when AI Can Do the Thing

Post image
11 Upvotes

r/Gujarati • • 5d ago

Discussion / વિચાર-વિમર્શ દેશી રોટલા, મરચાં અને છાશ… ગુજરાતી ભોજનની આ મજા જ કંઈક અલગ છે

Post image
37 Upvotes

રૂડાં રોટલાના ધણી જ રહેવા દયો અમને,

પિઝાની ઇજા, અમારાથી સહન નહિ થાય.

વાળુ ટાંણે ભરેલા, બે મરચાં થાળીમાં મૂકજો,

પડીકીયું તોડીને મસાલો, અમારાથી નહિ ખવાય.

દેશી ગાયનું દૂધ અમને, તાંહળી ભરીને આપજો,

ઠંડાપીણા નો વે'વાર, અમારાથી નહિ સચવાય.

ઘી, માખણ ને મરચે, ચોપડેલ રોટલો બઉ ગમે,

ઓનલાઈન મંગાવેલ ખાણું, અમથી નઈ જીરવાય.

તાંહળીમાં ચોળી, પાંચેય આંગળીએ ખાવા દયો,

કાંટા ચમચીએ તો વળી, કેમ કરીને ખવાય?.

પલાઠી વાળીને બેસીએ, બાજોઠે હોય રોટલા,

આ વળી ટેબલ ખુરશીથી, બઉ કંટાળી જવાય.

પીરસાયેલી થાળીએ, પરમેશ્વરને યાદ કરીએ,

ભર્યા ભાણાની સેલ્ફીયું લેવી, અમને નઈ પોહાય.

સાચું ખાણું આ જ છે, તૃપ્ત આનાથી થવા દયો,

આવે જે અમીનો ઓડકાર, "એ કેમ ભુલાય?.....".


r/Gujarati • • 5d ago

Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? અમદાવાદ નજીક ના પર્યટન સ્થળો

5 Upvotes

મિત્રો, આપના ગુજરાતમાં અને પર્યટન ના સ્થળો છે પણ અમદાવાદ ની નજીક કયા કયા એવા સ્થળો છે જ્યાં જે શકાય?

પર્વત, ડુંગર, ઝરણા, જંગલો ને વધુ ભાર આપશો.

મારા અનુભવ પ્રમાણે ન સ્થળો:

મને ગમેલા સ્થળો થોડા દૂર છે જેમાં:

જવાઈ, રાજસ્થાન

પોલો ફોરેસ્ટ, ગુજરાત

જાંબુઘોડા, ગુજરાત

એકતા ની મૂર્તિ (SOU), ગુજરાત

સમાવિષ્ઠ છે.

આપ મને વધુ સ્થળો વિશે જાણકારી આપી શકો, હું પર્વતોનો માણસ છું.


r/Gujarati • • 5d ago

Music / સંગીત નવરાત્રીના મધુર સૂર

18 Upvotes

નવરાત્રી આવે એટલે ગરબાના સૂર સાથે કેટલીય મીઠી યાદો પણ જીવંત થઈ જાય છે.
વર્ષોથી સાંભળેલા અને ગાયેલા એ જ પરંપરાગત ગરબા આજે કીબોર્ડ પર વગાડવાનો આનંદ માણ્યો.
ગરબાના આ સૂર આપ સૌને પણ જૂની નવરાત્રીઓની યાદ અપાવે એવી આશા.
આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!


r/Gujarati • • 5d ago

Culture / સંસ્કૃતિ અમે તમારા જેવડા હતા ત્યારે ડોલ ડોલ લાડવા ખાઈ જતા, તો હવે ચાલવામાં તકલીફ કેમ પડે છે?

10 Upvotes

આપણા ગુજરાતી વડીલોને દેશી ઘી, માખણ, ગોળ, ગુંદરપાક અને લાડવા વિશે વાત કરવી બહુ ગમે. અને પશ્ચિમી ખોરાકની વાત આવે એટલે બ્રેડ, પિઝા, બર્ગર ને બીજી એવી વસ્તુઓને ઉતારી પાડવામાં જરાય વાર ન લાગે. પછી પોતાની ખાવાની તાકાતનાં વખાણ તો ખરા જ! અમે તમારા જેવડા હતા ત્યારે ડોલ ડોલ લાડવા ખાઈ જતા!

જો આપણી ખાણીપીણી અને જીવનશૈલી આટલી જ શ્રેષ્ઠ હતી, તો આજે આપણા વડીલોની શારીરિક ક્ષમતા ક્યાં છે? આપણે ભાગ્યે જ ૬૦-૭૦ વર્ષના ગુજરાતીઓને દોડતા, મુશ્કેલ ટ્રેકિંગ કરતા કે કોઈ પડકારજનક રમત રમતા જોઈએ છીએ. મોટા ભાગે તો લાકડી ને સહારે જ જોઈએ. સામે પશ્ચિમી દેશોમાં આ ઉંમરના લોકો મેરેથોન દોડતા, સાઇકલિંગ કરતા અને પહાડો ચઢતા જોવા મળે છે.

દરેક પશ્ચિમી વ્યક્તિ તંદુરસ્ત નથી અને દરેક ગુજરાતી બીમાર કે અશક્ત નથી. ઉંમર, આનુવંશિકતા, આર્થિક સ્થિતિ અને આરોગ્યસેવાઓ જેવા અનેક પરિબળો અસર કરે છે. પણ આ તફાવત આપણને એક સવાલ તો પૂછવા મજબૂર કરે જ છે. શું ખરેખર બધો ખેલ માત્ર ખાવાપીવાનો છે?

દેશી ઘી ખાવું કે બ્રેડ, એના કરતાં પણ વધારે મહત્ત્વનું છે કે આપણે આખો દિવસ કેટલા સક્રિય રહીએ છીએ. ચાલવું, દોડવું, વજન ઉપાડવું, સ્નાયુઓ મજબૂત રાખવા, સંતુલન જાળવવું અને ઉંમર વધે એમ પણ શરીરને પડકારતા રહેવું આ બધું એટલું જ જરૂરી છે. ઘી ખાવાથી કોઈ આપમેળે તંદુરસ્ત નથી બની જતું, અને બર્ગર ખાવાથી કોઈ આપમેળે બીમાર નથી થઈ જતું.

આપણે આપણા વડીલોની વિચારસરણી એકાએક બદલી શકીએ એમ નથી. પણ આપણી પેઢી પાસે હજી તક છે. આપણે આપણાં બાળકોને માત્ર સારું ખાવાનું જ નહીં, પણ સારું જીવવાનું પણ શીખવીએ. તંદુરસ્તીનો અર્થ માત્ર પેટ ફાટાફાટ ખાવું નહીં, પણ ૬૦-૭૦ વર્ષની ઉંમરે પણ પોતાના પગે મજબૂતીથી ચાલવું, દોડવું, રમવું અને સ્વતંત્ર રહેવું હોવો જોઈએ.

આપણે લાડવા ખાવાની પરંપરા જાળવીએ, પણ સાથે શરીરને સક્ષમ રાખવાની પરંપરા પણ શરૂ કરીએ. આગામી પેઢીને માત્ર એ કહેવું કે અમે તમારા જેવડા હતા ત્યારે ડોલ ડોલ લાડવા ખાતા હતા તેના કરતાં એવું કહેવાનો પણ વારો આવવો જોઈએ કે અમે તમારા જેવડા હતા ત્યારે મેરેથોન દોડતા હતા.


r/Gujarati • • 5d ago

Discussion / વિચાર-વિમર્શ what makes a Garba outfit feel truly Gujarati?

3 Upvotes

One thing I love about Navratri is how every outfit has its own character — colourful chaniya cholis, mirror work, kediyu, bandhani prints, oxidised jewellery, and those little details that make traditional Gujarati fashion so special. ❤️

I'm curious to hear from people here:

  • Is there a particular colour or style you always associate with Gujarati Garba?
  • Do you prefer traditional outfits or modern Indo-western combinations?
  • What's one outfit detail that you think makes a Garba look stand out?
  • And what's your best tip for staying comfortable while dancing all night? 😄

Would love to hear everyone's personal favourites and styling ideas. Garba fashion has so much variety, and it's interesting to see how people make the tradition their own!


r/Gujarati • • 5d ago

Discussion / વિચાર-વિમર્શ Please Hit me up with Gujarati રૂઢિપ્રયોગ and Lingos to use in day to day talks

13 Upvotes

મારો મિત્ર રોજિંદી ભાષા મા આ રીતના રૂઢિપ્રયોગોન ઉપયોગ બહુ સરસ રીતે કરે છે, મને પણ વિચાર આવ્યો કે આ રીતની ભાષા કઈ રીતે ડેવલપ કરવી અને vocab સુધારવી. Please give some suggestions or anything like it

રૂઢિપ્રયોગો- ભેંસ ભાગોળે ને છાસ છાગોડે


r/Gujarati • • 5d ago

Festivals / ઉત્સવો Navratri?????????…

2 Upvotes

B________________________________________C ________________________________________!!
Every year i go out to watch navratri by 1 or 2am. because it is peak hours but what fuck happened this year. Everythings shut down sooooooooooo early.


r/Gujarati • • 6d ago

Festivals / ઉત્સવો બધા ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રિની હાર્દિક શુભેરછાઓ.

Post image
23 Upvotes